ફોટો ઉત્સર્જનની ઘટનામાં વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે ? એ નોંધો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનું વેગમાન, આપાત ફોટોનના વેગમાન કરતાં અલગ દિશામાં છે.
આપાત ફોટોનનું શોષણ થવાથી તેનું વેગમાન શૂન્ય બને છે. અત્રે આ વેગમાન ધાતુના પરમાણુઓને મળે છે. જેના કારણે પરમાણુ ઉત્તેજિત થવાથી તેમાંના ઈલેક્ટ્રોન્સ સંક્રાંતિ કરીને ઉંચી કક્ષાઓમાં જાય છે તથા મુક્ત ઈલેક્ટ્રોન્સનું ફોટો ઈલેક્ટ્રોન સ્વરૂપે ઉત્સર્જન થાય છે. અત્રે ફોટોનની અથડામણા સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, એ દરેક અથડામણમાં કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે.
$30\, cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી અપરાવર્તિત સપાટી પર પ્રકાશ આપત કરતા તેના પર બળ $2.5 \times 10^{-6\,} N$ લાગતું હોય તો પ્રકાશની તીવ્રતા $............... \,W / cm ^{2}$
$100\ W$ ક્ષમતા ધરાવતા એક ઈલેક્ટ્રિક બલ્બ દ્વારા દર સેકન્ડે $410\ nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન ઉત્સર્જિત થાય છે, તો ફોટોનની સંખ્યા ...... હશે. $(h = 6 × 10^{-34} J . s, c = 3 ×10^8 ms^{-1})$
એક ઈલેક્ટ્રૉન અને ફોટોન બંનેની તરંગલંબાઈ $1.00\, nm$ છે. તેમના માટે
$(a)$ તેમના વેગમાન,
$(b)$ ફોટોનની ઊર્જા અને
$(c)$ ઈલેક્ટ્રૉનની ગતિઊર્જા શોધો.
એક ફોટોસંવેદી સપાટી પર $ I$ તીવ્રતાવાળું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે, ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $N$ અને $K$ મળે છે. જો આપાત વિકિરણની તીવ્રતા $2I $ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોન્સની સંખ્યા અને તેમની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે કેટલી થશે?